Kerala,તા,29
કેરળનાં એક મંદિરમાં ઉજવણી દરમિયાન ફટાકડામાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયાં છે, જેમાંથી આઠની હાલત ગંભીર છે. આ ઘટના સોમવારે મોડી રાતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેરળનાં કાસરગોડ નજીક નીલાસ્વરમમાં વીરકાવુ મંદિર પાસે આ ઘટના બની હતી. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે વીરારકવુ મંદિર પાસે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સ્ટોરેજમાં આગ લાગવાના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, આ ઘટના ત્યારે બની હતી જ્યારે ફટાકડાનો સંગ્રહ કરતી ઇમારત પર એક મિસફાયર ફટાકડો પડ્યો હતો. પરિણામ એ આવ્યું કે ત્યાં ઝડપથી વિસ્ફોટ થવા લાગ્યાં હતાં. જેનાં કારણે બાળકો અને મહિલાઓ સહિત આસપાસનાં લોકો ઘાયલ થયાં હતાં. આ તમામ લોકો થિયમનું પ્રદર્શન જોવા માટે અહીં એકઠાં થયાં હતાં.
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર અને મુખ્ય પોલીસ અધિકારીનાં લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અધિકારીઓ ઘટના પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે જ સમયે, સ્થાનિક સમુદાયનાં લોકોએ ઘાયલોને અને તેમનાં પરિવારોને મદદ કરી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર, કાન્હાગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત અત્યંત ગંભીર છે. કુલ 33 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સિવાય 19 લોકોને કાન્હાગઢની આઈશાલ હોસ્પિટલ જ્યારે 12 લોકોને અરિમાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ઘાયલોમાંથી 40 ને સંજીવની હોસ્પિટલમાં, 11ને નિલેશ્વર તાલુક હોસ્પિટલમાં અને અન્ય પાંચને એસ્ટર મિમ્સ કન્નુરમાં લઈ જવામાં આવ્યાં હતાં. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યાં અનુસાર, કેટલાક અન્ય ઘાયલોને મેંગલુરુ અને મેડિકલ કોલેજ પેરિયારામમાં દાખલ કરવામાં આવ્યાં છે.