New Delhi,તા.29
નાગરિક વિમાનોને છેલ્લા ઘણા સમયથી બોમ્બની મળી રહેલી ધમકીના કારણે વિમાનમાં સફર કરવી મુશ્કેલ બની રહી છે. ગત લગભગ બે સપ્તાહમાં 350થી વધુ વિમાનોમાં બોમ્બ હોવાની ખોટી સૂચના મળી હતી. આ ધમકીઓના કારણે તહેવાની સીઝનોમાં મોટી સંખ્યામાં વિમાનો સમયસર નથી ઉડી રહ્યા.
આ પરિસ્થિતિમાં પ્રોટોકોલ અંતર્ગત વિમાનની પુન: તપાસ કરવાથી લઈને સુરક્ષા કલીયરન્સ મળવામાં દરેક વિમાનને સરેરાશ 6થી 8 કલાકનો વધારાનો સમય લાગે છે. કેટલાક વિમાનોના રૂટ પરિવર્તિત કરી તેને તપાસ માટે સુરક્ષિત સ્થળો પર ઉતારવામાં આવ્યા.
રૂટ પરિવર્તિત થનારા વિમાનોને પોતાના લક્ષ્ય સ્થળ પર પહોંચવામાં ઘણી વાર એક દિવસથી વધુ સમય લાગ્યો છે, આ સ્થિતિમાં વિમાનમાં યાત્રા કરનારાઓની મુશ્કેલી વધી છે.
વિમાન યાત્રી અંકિત જેને સોશિયલ મીડિયામાં પાફેસ્ટ કરી પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે મારી મુંબઈથી બેંગ્લોર જતી ફલાઈટ 2-15 વાગ્યે રવાના થવાની હતી પરંતુ ખૂબ જ વિલંબ બાદ પણ વિમાનમાં બેસી મુંબઈ રનવે પર રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કોઈ એક માર્ગની કથા નથી અન્ય હવાઈ માર્ગો પર ઉડાન સેવા વિલંબથી શરૂ થઈ રહી છે.
યાત્રીઓને એરપોર્ટ પરથી મોડેથી મળે છે સામાન
ઈપ્થિતા રાજકુમારીએ લખ્યું હતું. મારી ફલાઈટ ગુવાહાટી ઉતરવાનું હતું પણ મુંબઈમાં 10 કલાકથી વધુ મોડેથી ઉતરી હતી. એક કલાક જેટલો સમય વીતી જવા છતા અમને અમારો સામાન નહોતો મળ્યો.
શુભ રાઠી નામના યાત્રીએ એર ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું છે- 40 કલાકથી વધુ સમય છતા મને મારી બેગના બારામાં કાંઈ જાણકારી નથી મળી. બેગમાં કિંમતી સામાન અને લગ્નમાં પહેરવાના કપડા પણ હતા.