Rajkot,તા.30
દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઈ ગયેલ છે. ગઈકાલે ધનતેરસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. સમગ્ર જગ્યાએ દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટની વિવિધ ઈન્ડસ્ટ્રીઝ અને બજારોમાં દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આજે કાળીચૌદસ છે અને આવતીકાલે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે.આ વર્ષે દિવાળીની ઉજવણીમાં મોટી મુંઝવણ ઉભી થઈ છે. કેટલાક લોકો ગુરૂવારે તો કેટલાક શુક્રવારે ઉજવણી કરશે.આથી લોકોને રજા પાળવા માંથી મુંઝવણ છે.સામાન્ય રીતે બુધવારે ઈન્ડસ્ટ્રીઝમાં રજા આપવામાં આવે છે. આથી આજથી તમામ ઈન્ડસ્ટ્રીઝમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે.
આજે બુધવારથી રજા રહેશે.જે આવતા બુધવાર લાભપાંચમ સુધી યથાવત રહેશે. અને ગુરૂવારથી કામકાજ શરૂ થશે.આથી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને એક સપ્તાહનું મીની દિવાળી વેકેશનની મોજ માણવાનો મોકો મળશે.બુધવારથી બુધવાર સુધી રજા મળતા ઈન્ડસ્ટ્રીઝના કામદારો ખુશખુશાલ થઈ ઉઠયા છે. અનેક કામદાર વિવિધ રાજયો માંથી આવતા હોવાથી તેઓને આ રજાનો બહોળો લાભ મળશે.
જો કે ઈન્ડસ્ટ્રીઝના માલીકો લાભપાંચમના મુહૂર્ત કરશે.પરંતુ કામ છઠ્ઠના ગુરૂવારથી ચાલુ થશે. રાજકોટમાં આજી જીઆઈડીસી, લોધીકા જીઆઈડીસી હડમતાલા ઈન્ડસ્ટ્રીઝ ખીરસરા જીઆઈડીસી સહિતની અનેક ઈન્ડસ્ટ્રીઝે આવેલ છે.આ તમામ ઈન્ડસ્ટ્રીઝમાં 1 લાખ થી વધુ લોકો કામ કરે છે.
લોધીકા જીઆઈડીસી એસોના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે અમારી ઈન્ડસ્ટ્રીઝમાં આજથી રજા આપવામમાં આવી છે.બુધવારથી બુધવાર સુધી રજા હોવાથી એક સપ્તાહ સુધી ઈન્ડસ્ટ્રીઝ બંધ રહેશે.આ ઈન્ડસ્ટ્રીઝમાં 50000 જેટલા લોકો કામ કરે છે.આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોના પ્રમુખ નરેશભાઈ શેઠ જણાવે છે કે આજે બુધવાર હોવાથી કામદારોને રજા મળે છે.અને આવતીકાલે દિવાળી હોવાથી આજથી જ રજા જાહેર કરવામાં આવી છે.
આવતા ગુરૂવારથી ઈન્ડસ્ટ્રીઝમાં કામકાજ ચાલુ થશે.આ ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે 10000 જેટલા લોકો કામ કરે છે.આમ હડમતાલા અને ખીરસરા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસો.માં આજથી પાંચમ સુધી રજા જાહેર કરાય છે. હડમતાણામાં 300 જેટલા 10000 જેટલા લોકો કામ કરે છે. આજે બુધવાર હોવાથી અને લાંભપાંચમના પણ બુધવાર હોવાથી એક સપ્તાહની રજા મળશે.લાભપાંચમના ઈન્ડસ્ટ્રીઝના માલીકો મુહૂર્ત કરશે અને ગુરૂવારના છઠ્ઠથી કામકાજ શરૂ કરવામાં આવશે.
દિવાળીના પર્વને લઈ માર્કેટ યાર્ડમાં રજા જાહેર: 6 દિવસ બંધ રહેશે
દિવાળીના તહેવારમાં તમામ જગ્યાએ લાંબી રજાઓ આવે છે. જેમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ દિવાળીની રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં બેડી મુખ્ય યાર્ડ તા. 30/10થી તા.5/11 સુધી બંધ રહેશે જેથી માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું હરરાજીનું કામકાજ બંધ રહેશે.
રાજકોટ મુખ્ય માર્કેટ યાર્ડ બેડી તા. 30/10થી તા.5/11 શાકભાજી વિભાગ સબ યાર્ડ તા.1/11થી 5/11 બટેટા વિભાગ તા.1/11થી તા. 4/11 ડુંગળી વિભાગ તા. 30/10થી તા.5/11 સુધી અને ઘાસચારા વિભાગ તા.31/10થી તા.4/11 સુધી બંધ રહેશે. ત્યાર બાદ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.
બોલબાલા ટ્રસ્ટની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
દીવાળી, બેસતુ વર્ષ, બાઈ બીજ સહિતના આપણા તહેવારો દરમ્યાન શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની તમામ સેવાઓ 5રં5રાગત રીતે દર વર્ષની માફક આ વર્ષે પણ ચાલુ રાખવાનો ટ્રસ્ટે નિર્ણય લીધેલ છે. સારુ શહેર તહેવારોમાં રજાનો આનંદ માણતા હોય ત્યારે જરૂરતમંદો માટે શહેરની પ્રજાકીય-સંસ્થા તહેવારો માં પણ સંસ્થાના અન્નસેવા પ્રકલ્પો, જીવદયા સેવાઓ, દર્દીઓ માટે અત્યંત જરૂરી મેડીકલ સાધનોની સેવાઓ રેના બસેરા (આશ્રય સ્થાન, પથીકાશ્રમ) ઓકસીજન સીલીન્ડર, સહીતના 48 પ્રકાર ના સાધનો તથા ઈલે સબ પેટીઓ, ટીફીન સેવા સહીત ની સેવાઓ રજામાં પણ ઇમરજન્સી એમ્બ્યુલન્સ, શબ વાહીની-ઈલેકટ્રીક શબ પેટી જેવી સેવાઓ સતત કાર્યશીલ રહેશે.
રાજકોટની જુની બજારના વેપારીઓ શુક્ર, શનિ રવિવારની રજા પાળશે
રેડીમેઈટ કપડા, બુટ-ચપ્પલના વેપારીઓ શુક્રવારે પણ બજાર ચાલુ રાખશે: મંગળવારથી બજાર ખોલશે
છેલ્લા પાંચ દિવસની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીનો તહેવાર આખરમાં આવતો હોવાથી છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે. હાલ લોકોના પગાર નવા પર છે અને દિવાળીની રજાઓ પણ શરૂ થશે.આથી પગાર હાથમાં આવતા બજારમાં અનેક વિવિધ વસ્તુઓની ખરીદી થઈ રહી છે.બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભારેભીડ જોવા મળી રહી છે.
મોડીરાત સુધી લોકો ખરીદી કરી રહ્યા છે.આથી બજાર પણ મોડીરાત સુધી ચાલુ રહે છે.ત્યારે આ વર્ષે વેપારીઓ પણ દિવાળીની રજા પાળવા માટે મુઝવણમાં મુકાયા છે. આથી રાજકોટની મુખ્ય બજારો શુક્રવાર સુધી ચાલુ રહેશે.અને શની,રવિ, અને સોમવાર સુધી રજા રાખશે.ધમેન્દ્ર રોડ વેપારી એસો.ના પ્રમુખ પ્રણેદભાઈ કલ્યાણી જણાવે છે.કે દિવાળીના બીજા દિવસથી રજા રાખવામાં આવે છે.પરંતુ દિવાળી બે દિવસ હોવાથી કેટલાક વેપારીઓ શુક્રવારથી તો કેટલાક શનિવારથી રજા પાળશે.
ધમેન્દ્ર રોડ લાખાજી રાજ રોડના વેપારીઓ શુક્રવાર, શનિવાર, અને રવિવાર રજા રાખશે અને સોમવારથી બજારનું કામ કાજ શરૂ થઈ જશે.કોઠારીયા નાકા ભૂપેન્દ્રરોડ, પેલેસરોડ કલોથ મરચન્ટ એસોના પ્રમુખ ક્રિપાલભાઈ કુંદનાણી જણાવે છે.કે દિવાળીની રજાઓ માટે અનેક અટકણો છે. અમારા વિસ્તારની દુકાનો શનિવાર, રવિવાર, અને સોમવાર ચાલુ રહેશે.અને મંગળવારથી બજાર રેગ્યુલર થશે.
ગુરૂવારે અને શુક્રવાર બંન્ને દિવસ દિવાળી હોવાથી બજાર શુક્રવાર સુધી ચાલુ રહેશે.રાજકોટની જુની બજારો ધમેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ ગુંદાવાડી, કોઠારીયા નાકા, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ પર અંદાજે 10000થી વધુ દુકાનો આવેલી છે.
દિવાળી બાદ લગ્નગામો શરૂ થતો હોવાથી બજાર વહેલીતકે ખુલ્લી જશે.સામાન્ય રીતે લાભપાંચમથી મુહૂર્ત કરવામાં આવે છે.પરંતુ હવે ત્રીજથી બજાર શરૂ થઈ જશે.આ ઉપરાંત સોની બજાર શુક્રવારથી લાભપાંચમ સુધી બંધ રહેશે.