Mumbai.તા.30
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટા વિશે એવી હૃદયસ્પર્શી વાર્તા શેર કરી છે કે, સામાન્ય લોકો તેને સાંભળીને ચોંકી ગયાં હતાં. તાજેતરમાં કેબીસી 16માં ફિલ્મ નિર્માતા ફરાહ ખાન અને અભિનેતા બોમન ઈરાની ખાસ એપિસોડમાં મહેમાન તરીકે દેખાયાં હતાં.
આમાં અમિતાભ બચ્ચને રતન ટાટા સાથેની યાદગાર વાતચીતને યાદ કરી અને તેમને એક ખૂબ જ સરળ વ્યક્તિ કહ્યાં હતાં. અમિતાભ બચ્ચને કહ્યું કે ’હું કહી શકતો નથી કે તે કેવાં સરળ માણસ હતાં.
અમિતાભ બચ્ચને કહ્યું કે, એકવાર તેઓ અને રતન ટાટા લંડનની ફ્લાઈટમાં હતા. હીથ્રો એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ સ્વર્ગસ્થ અબજોપતિ રતન ટાટાને સમજાયું કે તેઓ તેમના સહાયકોથી અલગ થઈ ગયાં છે.
અમિતાભ બચ્ચને હસતાં હસતાં યાદ કર્યું કે, તેઓ ફોન કરવા માટે ફોન બૂથ પર ગયાં હતાં. હું ત્યાં જ ઊભો હતો. થોડી વાર પછી તે બહાર આવ્યાં. મારી પાસે આવ્યાં અને મને વિશ્વાસ ન આવ્યો કે કહ્યું – ’અમિતાભ, શું હું તમારી પાસેથી પૈસા ઉછીનાં લઈ શકું ? મારી પાસે ફોન કરવા માટે પૈસા નથી.’
અમિતાભ બચ્ચનને બીજી વાતચીત યાદ આવી. જેમાં રતન ટાટાની નમ્રતાએ તેમનાં મિત્રોને પણ આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. તેમણે કહ્યું કે, કેવી રીતે એક મિત્ર જે રતન ટાટા સાથે એક કાર્યક્રમમાં ગયો હતો તે આશ્ચર્યચકિત થઈ ગયો.
જ્યારે તેણે તેને ઘરે જવા માટે કહ્યું. અમિતાભ બચ્ચને કહ્યું કે, રતન ટાટાએ મારા મિત્રને કહ્યું, ’શું તમે મને ઘરે મૂકી શકશો ? હું તમારા ઘરની પાછળ રહું છું.’ રતન ટાટાએ કહ્યું ’મારી પાસે કાર નથી’ – શું તમે તેની કલ્પના કરી શકો છો ? આ અવિશ્વસનીય પરંતુ હકીકત છે