કોઇ પણ વ્યકિત બહુ સારી છે એવું કહેવું હોય તો ઘણા લોકો કહે છે કે ’આ તો ભગવાનનો માણસ છે.’ મતલબ કે તે માણસ સારો જ હોવો જોઇએ. જ્યારે કોઇ વ્યકિત પોતે બહુ ધાર્મિક છે એવું જતાવે છે ત્યારે લોકો તેના પર સરળતાથી વિશ્વાસ કરી લે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ હોસ્ટન અને લેવિસ એન્ડ કલર્ક કોલેજના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે મોટા જનસમુદાયનો વિશ્વાસ જીવતો હોય ત્યારે લોકો પોતાને બહુ ધાર્મિક અને આસ્થાળુ બતાવે છે. એને કારણે મોટા ભાગના લોકો તેના પર શંકા કરવાનું ટાળુ છે. આમ તો આ અભ્યાસમાં અમેરિકન સોસાયટીમાં પોલિટિકલ વેવ ઉભો કરવાના કેમ્પેનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જોકે એ જ વાત ભારતીય પરિપેક્ષ્યમાં પણ એટલી જ બંધબેસતી લાગે છે. રાજકારણ જ નહીં, કોઇ પણ કામમાં વિશ્વાસ જીતવા માટે આમ જનતાની ધાર્મિક આસ્થાનો ઉપયોગ કરવાનું સરળ છે.