Gandhinagar,તા.૩૦
શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે એકસ પર પોસ્ટ કરીને દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૩૮૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની વિનંતીથી નજીકના ભવિષ્યમાં જિલ્લા બદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકાર ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે ૧૩૮૦૦ શિક્ષકોની ભરતી કરશે. આ માટેની સત્તાવાર સૂચના ૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. એટલે કે નવા વર્ષ પહેલા શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને સરકાર મોટી ભેટ આપશે.
શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે એક્સને જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી ઉપરાંત, નજીકના ભવિષ્યમાં જિલ્લા ફેર ટ્રાન્સફર કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ ટ્રાન્સફર કેમ્પ ક્યારે યોજાશે તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.