ગૌ રક્ષકની ફરિયાદ બાદ આજીડેમ પોલીસે તપાસ કરતા ગૌ માસ મળી આવ્યો
Rajkot, તા.31
શહેરના છેવાડે આવેલા યુવરાજનગરના મફતિયાપરામાંથી આજીડેમ પોલીસે 9.450 કિગ્રા ગૌ માસ કબ્જે કરી વેચાણ કરતા પરબત ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કૃપા ફાઉન્ડેશન નામની જીવદયાનું કામ કરતી સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઈ અનીલભાઇ ચંદવાણીયાએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૬/૧૦/૨૦૨૪ના રોજ સવારે સાડા અગયારેક વાગ્યાના વખતે આજીડેમ ચોકી પાસે હુ કામથી આવેલ હતો અને એ વખતે અમારી સંસ્થામાં સાથે કામ કરતા વિરલભાઈ શૈલેષભાઈ દોષી, ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ઘીયાડ, કૃપાલ મુકેશભાઈ ગાલોરીયા આજીડેમ ચોકડી ખાતે ચા-પાણી પીતા હતા એ વખતે યુવરાજનગર મફતીયાપરામાં રહેતા પરબત ભનુભાઇ ચૌહાણના પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌ વંશના માસનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકિકત મળતા તુરંત પોલીસને જાણ કરતા પીસીઆર આવી જતાં સાહેબે વેટનરી ડોક્ટરને સાથે રાખતા યુવરાજનગર મફતીયાપરામાં દોડી ગયાં હતા. જ્યાં પરબત ચૌહાણના મકાનમાં તપાસ કરતા રૂમમાં રાખેલ ફ્રિજમાં માંસનો જથ્થો પડેલ હતો જે બહાર કાઢી તેમાંથી વેટનરી ડોક્ટર સાહેબે ચેક કરી તેમાંથી એક માસનો ટુકડો લઇ પૃથ્થકરણ અર્થે કબ્જે લેવામાં આવેલ હતો.