ઘૂટું ગામની સીમમાં આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતી ૧૯ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે જયારે ઘૂટું રોડ પર રહેતી પરિણીતાએ આપઘાત કર્યો હતો તો યુવાને કોઈ કારણોસર મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા મોરબી તાલુકા પોલીસે ત્રણેય આપઘાતના બનાવ મામલે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં ઘૂટું ગામની સીમમાં આવેલ જીયોલાઈટ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતી નેહા ફાતમા (ઉ.વ.૧૯) નામની યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે
બીજા બનાવમાં ઘૂટું રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં મકાન નં A-૧૦૩ માં રહેતા હેતલબેન મનીષભાઈ જાદવ (ઉ.વ.૩૪) નામની પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે ત્રીજા બનાવમાં પીપળી રોડ પર રોયલ પાર્ક સામે પ્રભુકૃપા ટાઉનશીપ જાનકી પેલેસમાં રહેતા પરેશભાઈ અમૃતભાઈ કૈલા (ઉ.વ.૩૬) નામના યુવાને કોઈ કારણોસર પોતાની જાતે અમરેલી ગામની સીમમાં આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ ૩ ડેમના પાણીમાં કુદી જતા ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે