Morbi,તા.31
સરાયા ગામની સીમમાં કોર્ટમાં સિવિલ દાવો ચાલુ હોય જે જમીનમાં સફાઈ કરતા હોય જે સારું નહિ લાગતા ચાર ઇસમોએ યુવાન સહીત બે ભાઈઓને માર મારી છરીના ઘા ઝીંકી દઈને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
ટંકારાના નેસડા (સુ) ગામે રહેતા અબ્દુલ અભરામભાઈ કૈડા (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપીઓ અબ્દુલ જુમાભાઈ કૈડા, વસીમ અબ્દુલ કૈડા, દિલાવર જુસબ વીકીયાણી અને દિલાવર વીકીયાણીનો દીકરો રહે બધા સરાયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતાની માલિકીની સરાયા ગામ સર્વે નં ૨ પૈકી ૨૬ ની જમીન આવેલ હોય જે જમીન બાબતે કોર્ટમાં સિવિલ દાવો ચાલુ હોય જે જમીનમાં ફરિયાદી સાફ સફાઈ કરતા હોય જે આરોપીઓને ન ગમતા આરોપીઓ અબ્દુલ, વસ્લીમ, દિલાવર અને દિલાવરનો દીકરો સહીતનાઓએ ઝઘડો કર્યો હતો
જેમાં ફરિયાદી અબ્દુલ અભરામભાઈ કૈડા અને સલીમ અભરામભાઈ કૈડા સાથે બોલાચાલી કરી ઝઘડો કરી છરી જેવા હથિયાર વડે છાતીના ભાગે બગલ પાસે એક ઘા મારી તેમજ અન્ય આરોપીએ પાંચેક ઘા મારી અને સલીમને વાસામાં જમણા પડખે એક ઘા મારી ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે