RAJKOT, તા.6
શહેરના નાના મવા વિસ્તારમાં અનેક વર્ષોથી ધાર્મિક, સાંસ્કૃતિક એવમ સામાજીક તથા માનવલક્ષી કાર્યોની સુવાસ પ્રસરાવવા વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી અવિરતપણે કાર્યરત છે આમ પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર શ્રી પ્રભુને અન્નકૂટના વિવિધ ભોગ, સામગ્રી, મિષ્ઠાન ધરાવવામાં આવે છે. જેની સજાવટ ખૂબ જ અલૌકિક અને દર્શનીય હોય છે.
અન્નકૂટ પર્વ પર વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોત્સવની મંગલ ઉપસ્થિતિમાં આજે તા.6ના શ્રીનાથજી ધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથમાં દિવ્ય સજાવટમાં 51 કીલો અન્ન (સખડી)ના શિખરની અતિ દિવ્ય સજાવટ સાથે વિવિધ સાગમ્રી શ્રી પ્રભુને ધરાવામાં આવશે. તા.6ના સવારે 10 કલાકે ગોવર્ધન પૂજા સાંજે 6 કલાકથી શ્રી પ્રભુ સુખાર્થે ભવ્ય અન્નકૂટ મનોરથના દર્શન સૌ ભાવિકજનો અર્થે ખુલ્લા મુકવામાં આવશે.
પૂ.શ્રીની મંગલ પધરામણી 4 નવેમ્બરના રાજકોટ શ્રીનાથજી ધામ હવેલી ખાતે રહેશે. પૂ.ના સ્વમુખે સવારે 7-30થી 8 કલાક તેમજ રાત્રીના 9-30થી 10 હરીનામ સંકીર્તનનો લાભ સર્વે વૈષ્ણવોને હવેલી ખાતે પ્રાપ્ત થશે. વધુ વિગત માટે 66000 70559 વોટસએપ ગ્રુપના માધ્યમથી વૈષ્ણવજનોને સમયસર મળતો રહેશે.