Rajkot,તા.7
રાજકોટ શહેર ભારતીય જનસંઘના પાયાના પથ્થર અને ભાજપના વરીષ્ઠ અગ્રણી શ્રી બીપીનભાઈ ભટ્ટીનું ( ઉમર વર્ષ 77) દુ:ખદ અવસાન થયેલ છે.
શ્રી ભટ્ટી વર્ષોસુધી ભારતીય જનસંઘ અને ભાજપના સક્રીય કાર્યકર્તા અને અગ્રણી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
સ્વ. ભટ્ટી ગુજરાત ભાજપના વરીષ્ઠ અગ્રણી અને પૂર્વ સાંસદ સ્વ.ચીમનભાઈ શુક્લ તથા ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી વજુભાઇ વાળાના માર્ગદર્શન હેઠળ ટાંચા સાધનો અને પ્રતિકૂળતા વચ્ચે નિષ્ઠા અને વફાદારીપૂર્વક તેમને સોંપવામાં આવેલી જવાબદારી સુપેરે નિભાવી છે. તેઓ લાંબા સમયસુધી જુના વોર્ડ નંબર 6 ના પ્રમુખ તેમજ ઈન્ચાર્જ તરીકે કાર્યરત રહ્યા હતા.
શ્રી બીપીનભાઈ દીપસિંહજી ભટ્ટી ઉ. વ. 77, તે નિલદીપભાઈ ભટ્ટી( વિ.વિ.પી એન્જીનીયરીંગ કોલેજ રાજકોટ) તથા તેજસભાઇ ભટ્ટી( અંગત મદદનીશ શ્રી વજુભાઇ વાળા ; પૂર્વ રાજ્યપાલ કર્ણાટક) ના પિતાશ્રી નું દુ:ખદ અવસાન થયું છે.