Ahmedabad,તા.11
આવકવેરા કરદાતાની અપીલ પેન્ડીંગ હોય તો જુના લેણાની રિકવરી ન થઈ શકે તેવી તારણ દર્શાવીને ગુજરાત હાઈકોર્ટે ઈન્કમટેકસ પર વસુલાત કરવા સામે રોક લગાવી હતી. પાંચ લાખ અપીલનો ભરાવો ઘટાડવા માટે આવકવેરા વિભાગનાં જવાબથી હાઈકોર્ટને સંતોષ થતો ન હતો.
રાજયની પાંચ કરદાતા કંપનીઓએ આવકવેરા વિભાગની ટેકસ આકારણી સામે કમિશ્નર ઓફ ઈન્કમટેકસ (અપીલ) સમક્ષ અપીલ કરી હતી.ચાર વર્ષથી તે પેન્ડીંગ છે છતા તંત્ર દ્વારા ટેકસ વસુલાત માટે દબાણ કરવામાં આવતા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.
હાઈકોર્ટે અગાઉ કંપનીઓને બેંક ખાતાનાં ઉપયોગની છૂટ આપી હતી છતા અપીલ પ્રક્રિયામાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આવકવેરા વિભાગે અદાલતમાં એમ કહ્યું કે 5.8 લાખ અપીલના કેસો પેન્ડીંગ છે.
તેમાંથી 3.9 લાખ કેસલેસ સીસ્ટમ હેઠળ છે.કેસોનો ભરાવો રોકવા માટે નકકર આયોજન વિશે સવાલ ઉઠાવ્યો હતો તંત્ર દ્વારા જવાબ રજુ કરાવા છતાં અપીલના નિકાલનાં સંભવીત નિશ્ર્ચિત ગાળા કે આંકડાકીય માહીતી રજુ ન થતા અસંતોષ દર્શાવ્યો હતો.
હાઈકોર્ટનાં જસ્ટીસ ભાર્ગવ કારીયા તથા જસ્ટીસ ડી.એન.રેએ કરદાતાઓની અરજી દાખલ કરતા કહ્યું કે આવકવેરા વિભાગ પેન્ડીંગ કેસોના ભરાવાનો નિકાલ કરવામાં ગંભીર ન હોય તો અપીલ પેન્ડીંગ હોય ત્યાં સુધી ટેકસ વસુલાત પણ ન કરી શકે તેવુ કોર્ટ માને છે.