Rajkot, તા.11
યુનિ. પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ યુનિ. પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વનરાજભાઇ લાવડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો .
ત્યારે યુનિ. કેમ્પસ નજીક મેલડી માના મંદિર પાસેથી ચોરાઉ બાઇક સાથે વિશાળ ઉર્ફે જોખમ રમેશ કરશન ખડોલા (ઉ.વ.ર4, રહે. રૈયા ગામ, 100 વારીયા પ્લોટ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે રૈયાધાર શાંતિ નિકેતન ગેટ પાસેથી ચોરાઉ બાઇક સાથે પુના ઉર્ફે પવલો પોપટ વેગડા (ઉ.વ.40, રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર)ને પણ પકડી પાડી બે વાહન ચોરીના ગુના ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ પોલીસ મથકમાં મારામારી, દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલ છે.