Rajkot તા.૧૧
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે દોડતી ડેમુ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ ૧૨.૧૧.૨૦૨૪ થી ૩૧.૦૫.૨૦૨૫ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર ૦૯૨૫૯ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે ૦૫.૦૦ કલાકે ઉપડશે અને સવારે ૦૬.૦૦ કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ ટ્રેનમાં સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રાનું ભાડું રૂ. ૪૫/- રહેશે.