Morb તા.૧૧
મોરબી કચ્છ નેશનલ હાઈવે પર યુવાન બાઈક લઈને જતા હોય ત્યારે ભીમસર બ્રીજ પર ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા યુવાનને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના લખધીરપુર ગામે રહેતા હકાભાઇ ભગાભાઈ પાટડીયા (ઉ.વ.૨૮) નામના યુવાન ગત તા. ૦૮ ના રોજ પોતાનું બાઈક જીજે ૩૬ એઈ ૪૬૭૬ લઈને માળિયામાં આવેલ કુળદેવી માતાજીના દર્શન કરવા જતા હતા મોરબી કચ્છ હાઈવે પર ભીમસર બ્રીજ પર ઉભા હોય ત્યારે ટ્રક જીજે ૧૨ એક્સ ૨૮૦૯ ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા હકાભાઇ પાટડીયાને પગ અને ડાબા હાથમાં તેમજ કમરના ભાગે ઈજા થયાની ફરિયાદ નોંધાવી છે