Morb તા.૧૧
પારકા ઝઘડામાં નો પડાય તેવું અમસ્તું જ નથી કહેવાતું મોરબીમાં પારકા ઝઘડામાં પડેલા વૃદ્ધને માર ખાવાનો વારો આવ્યો હતો મુનનગર ચોકમાં બે ઈસમો પોતાની પત્નીઓ સાથે બોલાચાલી કરતા હોય જેને રોકવા જતા બંને ઇસમોએ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી માર મારી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના ન્યુ ચંદ્રેશનગર મુનનગર ચોકમાં રહેતા રાજેન્દ્રભાઈ મોહનભાઈ દેત્રોજા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે આરોપીઓ વિજય ત્રિભુવનભાઈ સવસાણી અને પીયુષ ત્રિભુવનભાઈ સવસાણી રહે બંને શિવમ એપાર્ટમેન્ટ રવાપર ઘુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭-૧૧ ના રોજ રાજેન્દ્રબહિ મુનનગર ચોકમાં પાનની દુકાને ઉભા હોય ત્યારે આરોપી વિજય અને પીયુષ બંને પોતાની પત્નીઓ સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા જેથી ફરિયાદી વૃદ્ધે જાહેર સોસાયટીમાં ઝઘડો નહિ કરવાનું કહ્યું હતુ જેથી ઉશ્કેરાઈ જઈને બંને ભાઈઓએ વૃદ્ધને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટું માર માર્યો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે