Rajkot,તા.૧૧
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ભારે બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈંજ્કેશનનો જથ્થો ખાલી થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે છે કે છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલમાં થેલેસેમિયા ઈંજેકશનનો જથ્થો નથી.
સામાન્ય રીતે થેલેસેમિયાના દર્દીઓને નિયમિત ત્રણથી ચાર જેટલા ઈંજેક્શનોની જરૂર પડતી હોય છે. બજારમાં થેલેસેમિયાના એક ઈંજેક્શનની કિંમત રૂપિયા ૨૦૦ છે. બીજીતરફ રાજકોટમાં ૩૦૦ થી ૪૦૦જેટલા થેલેસેમિયાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ પ્રકારના રોગના દર્દીઓનેશરીરમાં આર્યનના કન્ટ્રોલ માટે આ ઇન્જેકશનની જરૂરિયાત પડતી હોય છે.