New York,તા.14
અમેરિકામાં ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર ટોચના ઉદ્યોગપતિ એલન મસ્ક ફોર્ચ્યુનની ટોપ-100 ની શકિતશાળી લોકોની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યા છે. ભારતના મુકેશ અંબાણી 12 માં ક્રમે છે.
અમેરિકન ચૂંટણીમાં ટ્રમ્પની પડખે રહેનારા મસ્કને નવી સંભવીત સરકારમાં મહત્વનું સ્થાન મળ્યુ જ છે. હવે ફોર્ચ્યુનની 100 મોસ્ટ પાવરફુલ લીસ્ટમાં પણ તેઓ પ્રથમ સ્થાને આવી ગયા છે. બીજા ક્રમે નવીદીયાના સીઈઓ જેન્સન હુઆંગ છે.
માઈક્રો સોફટનાં સત્યા નાડેલા, ત્રીજા ક્રમે છે.વોરેન બફેટ, જેમી ડીમોન, એપલના ટીમ કુક, મેટાના માર્ક ઝુકરબર્ગ, એમ ઓલ્ટમેન જેવા દિગ્ગજોના નામ પણ લીસ્ટમાં સામેલ છે. ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી લીસ્ટમાં 12 માં સ્થાને છે. ગુગલના સુંદર પીચાઈ 10 માં, એમેઝોનનાં જેફ બેસોન 11 માં ક્રમે છે.