અચાનક તમારું વ્હાલસોયું બાળક તમારી પાસે આવે અને ખૂબ જ નજીક આવીને કોઈ વાત કરવા જાય કે તુરત જ તમે તમારા નાક પર હાથ રાખી દ્યો અને પેલા બાળકને કહેશો કે-
‘અરે બેટા, તે બ્રશ બરાબર નથી ર્ક્યું લાગતું…પહેલાં જા અને બરાબર બ્રશ કરી મોઢું સાફ કરી આવ?’
અને બાળક મોઢું જ બગાડીને નિરાશ થઈને તે પોતાનું મુખ માફ કરવા ચાલ્યો જશે અથવા ફકત જો તે આળસુ હશે કે કોઈ ખાસ કામમાં હશે તો ફકત કોગળા કરીને તે પોતાના કામમાં લાગી જશે.
હાલમાં જ સરકારની કે આરોગ્ય ટીમ દ્વારા શહેરોની અનેક સ્કૂલમાં જઈને બાળકોના આરોગ્યની જ્યારે તપાસ કરી તો અનેક બાળકો શરદી-ખાંસી, જીણા તાવ અને ફેફસાની શ્વાસની બિમારીથી પીડાયેલા જણાયા હતા. અનેક બાળકોની કાયમ તબીબી સારવાર ચાલતી હતી જ્યારે કેટલાક બાળકોને પોતાના શરીરમાં છુપાયેલા રોગ વિશેની જાણકારી જ નહોતી મોટાભાગના બાળકોના મોઢામાં બદબુ પણ આવતી હતી તો અનેક બાળકોના પેટ ફુલેલા જણાયા હતા. આ માટે તે બાળકોનો દોષ નથી પણ તેની સેવાચાકરી કરતા તેમના જ માતા-પિતા તથા વાલીઓનો દોષ હોય છે. સવારની સ્કૂલના બાળકોને વહેલા ઉઠવું પડે છે તેમને ઉતાવળ હોય છે તે સાથે તે મને તૈયાર કરવામાં તેમની માતાને કે તેમના પિતાને કે પછી ધનવાન હોય તો બાળકોને સાચવતા નોકર ચાકરોને જ બાળકોની સાર સંભાળ રાખવી પડતી હોય છે જેમાં સમયનો અભાવ હોય ત્યારે બાળક કોઈપણ પ્રકારની તૈયારી વિના લંબ બોકસ પુસ્તકો પાણીની બોટલ પોતાના પુસ્તકોથી ભરેલો થેલા લઈને તુરત જ સ્કૂલનો માર્ગ પકડે છે.
એવું જોવામાં આવ્યું છે કે, મોટાભાગના બાળકો બ્રશ કરીને પોતાના જીભ ઉલિયા સાથે સાફ નથી કરતા પરિણામે જીભ પર એક પ્રકારની સફેદી ચીપકાયેલી રહે છે જેની ગંદ મોઢામાં રહી જાય છે જેની ખબર બાળક જ્યારે બીજા સાથે વાત કરતો હોય છે ત્યારે સામેના બાળકને કે શિક્ષકને કે તેના વલી માતા-પિતાને વાસની ખબર પડતી હોય છે.
આ પ્રકારની દુર્ગંધનું મુખ્ય કારણ જીભની સફાઈ નહીં કરતા હશે પરિણામે દુર્ગંધ આવવાની શક્યતા રહેતી હોય છે ક્યારે ક્યારે જમ્યા પછી દાંત સાફ કર્યાં હોય નહીં ત્યારે ખોરાકના કેટલા કણો દાંતોમાં ભરાઈ જતા હોય છે તેના કારણેપણ મોંમાં દુર્ગંધ આવતી હોય છે. આ દુર્ગંધમાં આ પછી જીવાણું પેદા થતાં હોય છે.આ સૂક્ષ્મ જીવાણુઓ મોંમાં વોલેટાઈલ સલ્ફર કમ્પાઉન્ડ નામનું તત્ત્વ પેદા કરતા હોય છે જેને કારણે આ મોં માં દુર્ગંધ પદા થતી હોય છે.
ક્યારેક ક્યારેક આંતરિક બિમારીઓને કારણે પણ મોં માં દુર્ગંધ આવતી હોય છે કબજીયાત રહી હોય તો પેટમાં ગેસ થતો હોય તો ઓડકાર આવતી વખતે પણ મોં માં ગંધ આવતી હોય છે. કોઈ એવો ખોરાક લેવામાં આવ્યો હોય જેમ કે ડુંગળી કે લસણ ખવાયું હોય તો મોં માં ગંધ રહે છે ત્યારે મોઢું સાફ કરવું પડતું હોય છે.
બાળકોના મોંમાં આવતી દુર્ગંધને કારણે વડીલોએ તુરત જ ઘરેલું ઉપાયોની સાથોસાથ જરૂર જણાય તો ડોકટર કે જેઓ ખાસ દાંતના સ્પેશીયાલીસ્ટ હોય છે તેમની મુલાકાત લઈને દાંતોની સારવાર ચોક્કસ કરાવી જોઈએ. સ્કૂલોમાં જ્યારે તબીબી ટુકડીએ તપાસ કરી હતી તો અનેક બાળકોને દાંતની તકલીફ જણાય હતી.
બાળકોએ ખુદ સ્કૂલેથી આવીને બીજા કામ છોડીને પેાતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તે સાથે પોતાના દાંત અને મુખ પણ સ્વચ્છ રાખવાની ટેવ રાખવી જોઈએ જેથી કોઈની સાથે વાત કરતા શરમ અનુભવનો વખત આવે જ નહીં. બાળકો પાન મસાલા અને ધુમ્રપાનથી પણ દૂર રહેવું જોઈએ. મુખ સ્વચ્છ તો શરીર પણ સ્વચ્છ રહેશે.