તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહ્યા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહ્યા નથી. વિશ્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જોરહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બેવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિક હીરોકી યાજીમાએ કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે. બ્લેક ટી હંમેશા સ્થુળતાને ઘટાડવામાં ઉપયોગી બને છે. ડાઇટના કારણે ચરબી વધારનાર તત્વોને રોકવામાં બ્લેક ટી ભુમિકા અદા કરે છે. દૂધ વગરની ચા પીવાથી મોટા ફાયદો થાય છે તે બાબત પ્રકાશમાં આવ્યા બાદ તેનાથી ફાયદો થઇ શકે છે. સ્થુળ લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે જે વજન ઘટાડવા માટે ઇચ્છુક છે.
Trending
- Harsh Sanghvi and Jitu Vaghani ને મળી નવી જવાબદારી, બંન્ને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા
- જો ક્રાંતિકારીઓ બદનામના ડરથી ઘરે રહ્યા હોત, તો આપણે હજુ પણ અંગ્રેજોના ગુલામ હોત,Hardik Patel
- આ વર્ષે Gujarat માં કાતિલ ઠંડી પડવાના એંધાણ, ડિસેમ્બરના અંતમાં ઠંડી ભુક્કા બોલાવશે!
- Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી
- AMC માં મોટો ફેરફારઃ ૬ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ
- 30 ઓક્ટોબર નું પંચાંગ
- 30 ઓક્ટોબર નું રાશિફળ
- દરભંગાના અલીનગરની મુલાકાત લેનારા ગૃહમંત્રી Amit Shah મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

