તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દાંત સાથે સંબંધિત રોગોના કારણે વિશ્વમાં દર વર્ષે ૪૪૨ અજબ ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. દાંતના રોગના કારણે વિશ્વના દેશોના મોટા ભાગના લોકો હેરાન પરેશાન રહે છે. જર્મનીમાં કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે મોના રોગ અથવા તો દાંત સાથે સંબંધિત રોગો પર વિશ્વમાં રહેતા લોકો જંગી રકમ ખર્ચ કરે છે. જર્મનીમાં હેડલબર્ગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કેટલીક નવી વિગતો સપાટી પર આવી છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે સરેરાશ પરિવાર ના લોકો પર દાંતના રોગ પર રકમ ખર્ચ કરે છે. વૈશ્વિક સ્તર પર તેની જંગી રકમ ખર્ચ થાય છે. દાંત સાથે સંબંધિત નવી નવી તકલીફ હોઇ શકે છે. બીજી બાજુ દાંતની સારવાર પર ખર્ચ સતત વધી રહ્યો છે. આના કારણે પણ લોકો પરેશાન થયેલા છે. સ્ટીફન લિસ્ટલના નેતૃત્વમાં આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાંતના રોગના કારણે કામ પર પણ માઠી અસર થાય છે. કારણ કે કોઇ પણ બિમારીમાં લોકોને સારવાર વેળા નોકરીમાંથી રજા લેવાની ફરજ પડે છે. આની સીધી અસર પણ થાય છે. દાંતના રોગના સંબંધમાં નિષ્ણાંત તબીબો કહે છે કે જો નિયમિતરીતે કાળજી લેવામાં આવે તો તેના કારણે બચાવ થઇ શકે છે. વિશ્વમાં રહેતા લોકો પૈકી દર બીજી વ્યક્તિ દાંતના રોગથી પરેશાન છે.
Trending
- Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ
- Botad માં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
- Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ
- જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે
- Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ
- સ્વાસ્થ્ય વીમાધારકોની કેશલેસ સુવિધા ચાલુ રહેશે : હાલ પૂરતી રોક AHPI એ હટાવી
- Gujarat માં શરાબની 52,800 પરમીટ; 66 ટકા પરમીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં
- Operation Sindoor બાદ મોદી-શાહબાઝ પ્રથમ વખત સામસામા આવશે