Mumbai, તા.૧૪
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી સોનુ એટલે કે, ઝિલ મહેતા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હવે ઝિલ મહેતાના લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નાની સોનુ ભિડે આજે પણ ચાહકોની ફેવરિટ છે. આ રોલ ઝીલ મહેતાએ નિભાવ્યો હતો. હવે ઝીલ મહેતા લગ્ન કરવા જઈ રહી છે. તે એક્ટિંગ છોડી બિઝનેસ કરે છે. રિપોર્ટ મુજબ તમને જણાવી દઈએ કે, ઝીલ મહેતાના લગ્ન ૨૮ ડિસેમ્બરના રોજ છે. ઝીલ મહેતા મંગેતર અને કન્ટેટ ક્રિએટર આદિત્ય દુબે સાથે સાત ફેરા લેશે. ઝીલ મહેતાએ જણાવ્યું કે, લગ્ન ટ્રેડિશનલ અંદાજમાં થશે.
ઝીલ મહેતાએ બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે જાન્યુઆરી ૨૦૨૪માં સગાઈ કરી હતી. તેમણે હાલમાં પોતાના ઘરનો વીડિયો પણ શેર કર્યો હતો.જેમાં પોતાના લગ્ન માટે ઝીલ મહેતા અને આદિત્ય ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો આપણે ઝીલ મહેતાના કરિયરની વાત કરીએ તો તે એક્ટિંગ છોડી મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ હતી. ત્યારબાદ સેફ સ્ટુડન્ટ હાઉસિંગના નામે પોતાનો બિઝનેસ ચલાવે છે. જેના માટે તે વિદ્યાર્થીઓને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપે છે.