Mumbai,તા.15
ભારતીય શેરબજારમાં મંદીના પ્રવર્તમાન ટ્રેન્ડમાં વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી પણ એક મોટુ કારણ ગણવામાં આવે છે. છેલ્લા દોઢ મહિનાથી વિદેશી નાણા સંસ્થાઓ માર્કેટમાં સતત વેચાણ કરી રહી છે.
સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીનું વેચાણ રૂા.534 કરોડનુ થયુ છે. જયારે 1લી ઓકટોબરથી અત્યાર સુધીમાં 143887 કરોડના શેરો ફુંકી માર્યા છે. રસપ્રદ વાત એ છે કે મુહુર્ત ટ્રેડીંગમાં પણ વિદેશી સંસ્થાઓએ 212 કરોડનુ વેચાણ કર્યું હતું.
શેરબજારમાં સેન્સેકસમાં 27 સપ્ટેમ્બરનાં રોજ 85978 ની નવી ઉંચી સપાટી બનાવી હતી તેની સરખામણીએ હવે ઘટીને 77580 પર આવી ગયો છે. મહત્વની વાત એ, છે કે શેરબજારમાં 1000 કરોડથી વધુનુ માર્કેટ કેપીટલાઈઝેશન ધરાવતી 900 કંપનીઓના શેરો સર્વોચ્ચ ઉંચાઈથી 20 ટકા કે તેથી વધુ ઘટી ગયા છે.
શેરબજારનાં વર્તમાન ઘટાડા માટે અનેકવિધ કારણોને જવાબદાર ગણવામાં આવી જ રહ્યા છે. ભૌગોલીક ટેન્શન કોર્પોરેટ જગતના નબળા પરીણામો ચીનનાં રાહત પેકેજને પગલે ભારતમાંથી પાછુ ખેંચાતુ વિદેશી રોકાણ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ જેવા કારણો છે. વિદેશી સંસ્થાઓની વેચવાલી સામે લોકલ ફંડો જંગી રોકાણ કરતા હોવાથી માર્કેટને અમુક અંશે ટેકો મળી રહ્યો છે.