Surat,તા.15
અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરના પરિવારને એક ગમખ્વાર નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક ભાવનગરનો પરિવાર સુરત જઇ રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકને ઝોંકુ આવી જતાં કાર ધડકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચાતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકોની ડેડેબોડીનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર ચાલકને ઝોંકુ આવી જતાં અકસ્માત સર્જાયો હતો.