Mumbai,તા.16
80ના દાયકામાં પરવીન બાબી અને કબીર બેદીના રિલેશનશિપની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરવીન પહેલી યુવતી હતી, જેણે કબીરના તૂટેલા દિલને આશરો આપ્યો હતો તે પણ લગ્ન બાદ પરંતુ બંનેનો આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. કબીર અને પરવીન બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા. મીડિયામાં એ સમાચાર પણ આવ્યા હતા કે કબીરના છોડી જવાના કારણે પરવીનના માનસિક તબિયત ખરાબ થઈ.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પહેલી વખત કબીરે પરવીન બાબી સાથે પોતાના સંબંધ પર ખુલીને વાત કરી. તેણે કહ્યું કે ‘મે નહીં પરંતુ પરવીને આ સંબંધને ખતમ કર્યો હતો. તે માનસિક રીતે બિમાર હતી. મે જ્યારે તેને ટ્રીટમેન્ટ કરાવવા માટે ફોર્સ કર્યો તો તેણે મારી સાથે સંબંધ ખતમ કરી દીધો. ઈટલીમાં જ્યારે મારો શો Sandokan રિલીઝ થયો તો મારી સાથે ત્યાં પરવીન પણ હતી. હું ઈન્ટરનેશનલ સ્ટાર બનવા જઈ રહ્યો હતો. ઈટલી બાદ અમે બંને લંડન આવ્યા.
મે જોયું કે પરવીનની માનસિક હાલત ખરાબ થઈ રહી છે અને તેને આ મંજૂર નહોતું જ્યારે હું જાણતો હતો કે જો તે ટ્રીટમેન્ટ લેશે નહીં તો હાલત બગડતી જશે અને આ વાત પર અમે અલગ થઈ ગયા. તેણે મને ડરના કારણે છોડ્યો કે હું તેને ટ્રીટમેન્ટ માટે ફોર્સ કરીશ. જે પેરેનૉઈડ માઈન્ડ હોય છે તે દરેક બાબતથી ડરે છે. તેને લાગ્યું ઈન્ડસ્ટ્રીમાં લોકોને ખબર પડી જશે અને તેની કારકિર્દી ખતમ થઈ જશે.’