Mumbai,તા.26
વર્ષ 2024ની આઈપીએલ સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ઘણાં વિવાદો જોવા મળ્યા હતા. મુંબઈએ તે સીઝનમાં ટીમ માટે પાંચ વખત ખિતાબ જીતી ચૂકેલા કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈએ કેશ ડીલ કરીને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ દ્વારા હાર્દિકને ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવાતા ચાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂરી સીઝન દરમિયાન ચાહકો દ્વારા હાર્દિકની ભારે ટીકા કરાઈ હતી. હવે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના કેપ્ટનશીપ વિવાદ પર મોટો ખુલાસો કર્યો છે.
ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ બાર્બાડોસમાં જીત્યો હતો. આ ખિતાબ જીતવામાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ ચાહકોની નજરોમાં હાર્દિકની છબી બદલાઈ ગઈ હતી. T20 વર્લ્ડકપ બાદ હાર્દિક ટીમનો સ્ટાર ખેલાડી બની હયો હતો.