ખુશી અને વેદાંગ ડેટ કરતા હોવાની અફવાઓ તેઓ ‘ધ આર્ચિઝ’માં કામ કરતા હતા ત્યારથી ચાલે છે
Mumbai, તા.૧૮
ખુશી કપૂર અને વેદાંગ રૈના ડેટ કરતા હોવાની અફવાઓ ઘણા લાંબા સમયથી ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુશીને પૂછાયું હતું કે તે એક એક્ટર તરીકે પોતાની ડેટિંગ અંગેની અફવાઓનો સામનો કઈ રીતે કરે છે. આ પ્રશ્નના જવાબમાં ખુશીએ કહ્યું,“મારા માટે આ બધું ચોક્કસ નવું છે અને આ અંગે મેં પહેલાં ક્યારેય ખાસ વિચાર્યું પણ નથી. એટલે હું ઇચ્છીશ કે હું મારા કામ પર જ વધાપે ધ્યાન આપું.
હું સમજું છું કે તમે જ્યારે જાહેરમાં લોકોના ધ્યાનમાં હોય ત્યારે તમારા વિશે કેટલીક ઉત્સુકતા હોય છે, પરંતુ મને લાગે છે કે તમે તમારા અંગત જીવનને અંગત જ રાખો અને કામને જ પ્રાથમિકતા આપો એ શ્રેષ્ઠ ઉપાય છે.
”જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે જરૂર પડે ત્યારે પરિવારમાં કોની સલાહ લેવા જાય છે, ત્યારે ખુશીએ કહ્યું, “હું જ્હાન્વી પાસે, ડૅડી કે અર્જુન ભાઈ પાસે જતી હોઉં છું. એમની પાસે મારા કરતાં ઘણા વર્ષોનો અનુભ૭ ચહેરા પરના સ્મિત અને ત્યારે વેદાંગ તેને જે રીતે જુએ છે, તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.