Washington,તા,19
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક વળાંકમાં અમેરિકાએ હવે તેણે પુરા પાડેલા લાંબા અંતરના મિસાઈલનો ઉપયોગ રશિયા પર આક્રમણમાં કરવા રશિયન ભૂમિને નિશાન બનાવવા યુક્રેનને છૂટ આપી છે.
એક તરફ અમેરિકાના નવા ચુંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધને ખત્મ કરવા આગામી દિવસોમાં પ્રયાસ કરશે તે નિશ્ચિત છે તે સમયે તેમના યુરોગામી જો બાઈડને હવે યુક્રેનને આ મહત્વની છૂટ આપી છે.
યુક્રેન આર્મી હવે આ મિસાઈલનો ઉપયોગ રશિયા પર આક્રમણમાં કરી શકશે જેનાથી યુદ્ધ વધુ વકરે તેવા સંકેત છે. લાંબા અંતરના આ મિસાઈલ રશિયાના પ્રમુખ આવાસ સુધી પહોંચી શકે છે.
જો કે અમેરિકા અને યુરોપીયન દેશો યુક્રેનને જે હથિયાર આવે છે તેમાં શરતો જોડે છે. જેથી યુક્રેનને બેહાલ લડવાની ચિંતા છે. જો કે અત્યાર સુધી અમેરિકા આ પ્રકારે હથિયાર ઉપયોગમાં શરતો જોડતુ હતું પણ હવે અમેરિકાએ છૂટ આપતા રશિયા વળતો આક્રમક જવાબ આપે છે તેના પર નજર છે.

