Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gustakh Ishq ફિલ્મથી ફરી વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું કોલબરેશન

    August 26, 2025

    Vicky Kaushal ની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ

    August 26, 2025

    Shraddha Kapoor ના પ્રોફેશનલ એકાઉન્ટમાં છબરડો, ચાહકોને કોમેન્ટસની મોજ

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gustakh Ishq ફિલ્મથી ફરી વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું કોલબરેશન
    • Vicky Kaushal ની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ
    • Shraddha Kapoor ના પ્રોફેશનલ એકાઉન્ટમાં છબરડો, ચાહકોને કોમેન્ટસની મોજ
    • Elvish Yadav ના ઘરે ફાયરિંગ કરનારા વધુ બે શૂટર પકડાયા
    • Karisma Kapoor જણાવ્યું 90ના દાયકામાં કેવું રીતે થતું ફિલ્મ શૂટિંગ
    • સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!
    • દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર Deepika નારાજ
    • Amreli જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી
    આંતરરાષ્ટ્રીય

    G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Brazil,તા,19

    બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ, યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આ G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી હતી.

    આબોહવા પરિવર્તન 

    આ સમિટમાં એવી અપેક્ષા રખાઈ રહી હતી કે G20 દેશના નેતાઓ અઝરબૈજાનમાં અટવાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ વાર્તાને ફરીથી શરૂ કરશે. પરંતુ  G20ના અંતિમ ઘોષણાપત્રમાં ક્લાઈમેટ ફાઇનાન્સને ટ્રિલિયન સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પણ અહીં તેમણે એ સ્પષ્ટ કર્યું ન હતું કે આ રૂપિયા ક્યાંથી આવશે? વૈશ્વિક નાગરિક ઝુંબેશ જૂથના સહ-સ્થાપક મિક શેલ્ડ્રિકે જણાવ્યું હતું કે, તેમણે આપણી સામે જે પડકારો છે તેના માટે કોઈ પગલાં લીધાં નથી.

    યુક્રેન-રશિયા યુદ્ધ

    યુક્રેન યુદ્ધ આ સમિટમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. માત્ર એક દિવસ પહેલા જ અમેરિકાએ યુક્રેનને આપેલી લાંબા અંતરની મિસાઇલોને રશિયાના પ્રદેશ પર હુમલો કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. રશિયા પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો અમારા પર કોઈ હુમલો થાય છે તો તેની જવાબી કાર્યવાહી કરવા માટે પણ અમે તૈયાર છીએ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રાઝિલ સાથે મળીને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે G20ને યુદ્ધને શાંત કરવા માટે મદદની અપીલ કરી હતી. અંતિમ ઘોષણાપત્રમાં G20 નેતાઓએ કહ્યું હતું કે, યુક્રેનમાં વ્યાપક, ન્યાયીસંગત શાંતિને સમર્થન આપતી તમામ રચનાત્મક પહેલોનું અમે સ્વાગત કરીએ છીએ. ગયા વર્ષની G20 સમિટની જેમ, કોઈ પણ દેશ પર બળનો ઉપયોગ કરીને તેના પ્રદેશને અધિગ્રહણ કરવાની નિંદા કરી હતી. પરંતુ અહીં તેમણે રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

    ગાઝા અને લેબનોનમાં યુદ્ધવિરામ  

    ગાઝા અને લેબનોનમાં G20 નેતાઓએ વ્યાપક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુએનના ઠરાવ અનુસાર થવું જોઈએ. જેમાં હમાસને તમામ બંધકોને મુક્ત કરવાના બદલામાં કાયમી યુદ્ધવિરામ માટે કહેવામાં આવ્યું  છે. આ સાથે લેબનોનમાં પણ યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી નાગરિકો સરહદની બંને તરફ સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

    વધારે આવક વધારે કર

    વધારે આવક ધરાવતા અમીરો પર અસરકારક રીતે વધુ કર લાદવામાં આવે તે વિચારને G20 સમિટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, તેમાં કર સિદ્ધાંતોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. બ્રાઝિલની G20 પ્રેસિડન્સી દ્વારા આ મુદ્દા પર અહેવાલ લખવા માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમૈને આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી હતી.

    ભૂખ સામે વૈશ્વિક એકતા

    ભૂખ સામે વૈશ્વિક એકતાનું નિર્માણ કરવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા ડી સિલ્વાએ પહેલ કરી હતી. આ સમિટની શરૂઆત પહેલા આ પહેલ શરૂ કરવામાં સફળતા મળી હતી. જેના પર 82 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ્ય ભૂખ સામેની ઝુંબેશને નાણાં આપવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને એકજૂટ કરવાનો છે. તેમનું લક્ષ્ય આ દાયકાના અંત સુધીમાં અડધા અબજ લોકો સુધી પહોંચવાનું છે. ગરીબીમાં ઉછરેલા લુલાએ તેને માનવતાને શરમાવે તેવી કટોકટી ગણાવી હતી.

    brazil Climate-Change G20-Summit-2024 World
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    એક જ મંચ પર હશે PM Modi,Putin,Jinping;ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો ‘પાવર શો’

    August 26, 2025
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે મોટો અન્યાય કર્યો, South Africa માં લાખો એચઆઇવી દર્દીઓના જીવનને નર્ક બનાવ્યું

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    ’કાજીકી’ વાવાઝોડાએ China ના હૈનાન ટાપુ પર ભારે વિનાશ વેર્યો

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Islamabad, Rawalpindi અને Khyber Pakhtunkhwa ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યાં

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    આપણા પર યુદ્ધ લાદવામાં આવ્યું હતું, જેનો ઈરાને મજબૂતીથી સામનો કર્યો,Iran ના સર્વોચ્ચ નેતા

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Make America Great Again: ટ્રમ્પની નવી કેપ ભારે ચર્ચાનો વિષય

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gustakh Ishq ફિલ્મથી ફરી વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું કોલબરેશન

    August 26, 2025

    Vicky Kaushal ની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ

    August 26, 2025

    Shraddha Kapoor ના પ્રોફેશનલ એકાઉન્ટમાં છબરડો, ચાહકોને કોમેન્ટસની મોજ

    August 26, 2025

    Elvish Yadav ના ઘરે ફાયરિંગ કરનારા વધુ બે શૂટર પકડાયા

    August 26, 2025

    Karisma Kapoor જણાવ્યું 90ના દાયકામાં કેવું રીતે થતું ફિલ્મ શૂટિંગ

    August 26, 2025

    સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gustakh Ishq ફિલ્મથી ફરી વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું કોલબરેશન

    August 26, 2025

    Vicky Kaushal ની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ

    August 26, 2025

    Shraddha Kapoor ના પ્રોફેશનલ એકાઉન્ટમાં છબરડો, ચાહકોને કોમેન્ટસની મોજ

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.