Ukraine,તા.20
અમેરિકાએ પૂરા પડેલા લાંબા અંતરના મિસાઇલનો ઉપયોગ રશિયા સામે કરવા યુક્રેનને મંજુરી આપ્યાના કલાકોમાં જ જેલેસ્કીએ રશિયા ઉપર પ્રથમ મિસાઇલ દાગી દીધુ છે. બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ બ્રિટને પણ અમેરિકાને સાથ આપવાની જાહેરાત કરતા જ યુક્રેન માટે હવે રશિયા સામે આક્રમક બનવું મહત્વપૂર્ણ થઇ ગયું છે.
તેમાં મળતા અહેવાલ મુજબ પ્રથમ મિસાઇલ દાગી દેવામાં આવ્યું છે. લાંબા અંતરનું આ મિસાઇલ અત્યંત ઘાતક ગણવામાં આવે છે અને તેના કારણે રશિયામાં મોટુ નુકસાન થવાનો ભય છે. હવે રશિયા તેનો કઇ રીતે જવાબ આપે છે તેના ઉપર સૌની નજર છે.
આજે જ પુતિને જો અમેરિકા પણ આ પ્રકારે યુધ્ધમાં સામેલ થાય તો ત્રીજુ વિશ્વ યુધ્ધ છેડાવવાની પણ ધમકી આપી હતી અને યુક્રેનના આ કહેવાતા પગલાના કારણે વિશ્વમાં નવો તનાવ સર્જાવાનો ભય છે.