New Delhi,તા.20
દેશમાં સ્મોલ બેન્ક તથા ખાનગી બેન્કો દ્વારા ઉંચા વ્યાજદરથી તેને નફો કમાવવા જે રીતે માઈક્રોફાયનાન્સને વેગ આપવામાં આવ્યો હતો પણ હવે તેના નોન પર્ફોમીંગ એસેટસ (એનપીએ)માં પણ રહેલા વધારાએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની ચિંતા વધારી દીધી છે.
માઈક્રોફાયનાન્સમાં બેડલોનનું પ્રમાણ 18 માસના સૌથી ઉંચા 11.6% એ પહોંચ્યુ છે. સ્મોલ ફાયનાન્સ બેન્કોને તેનાથી સૌથી વધુ સહન કરવું પડશે તેવા સંકેત છે. દેશમાં નવી પ્રારંભ થયેલી આઈડીએફસી ફસ્ટ, બંધન બેન્ક, એયુ સ્મોલ ફાયનાન્સ, આરબીએલ ઉપરાંત ઈન્ડસીન્ડ બેન્કમાં આ એનપીએનું પ્રમાણ ઉંચુ જોવા મળ્યુ છે. જો કે હજું નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના આંકડા આપવાના બાકી છે.
ખાસ કરીને સ્મોલ બેન્કોએ ઓછી આવક ધરાવતા લોકોને કોઈ સિકયોરિટી વગર જ રૂા.3 લાખ કે તેથી ઓછું આ પ્રકારનું ધિરાણ કર્યુ છે. જેમાં મહિલા લોનીની સંખ્યા વધુ છે. હવે તમો વધેલી બેડ લોનથી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ચિંતામાં છે.
મોટી ખાનગી ક્ષેત્રની બેન્કોએ ઈન્ડસીન્ડ બેન્ક પણ આ પ્રકારના ફાયનાન્સ જે રીતે આગળ વધીને પણ બેન્કીંગ વર્તુળોમાં આશ્ર્ચર્ય છે અને બેન્કે તેના કવાટરલી અર્નિંગમાં 20% આ પ્રકારે બેડલોનની જોગવાઈ કરવી પડી છે.