Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી
    • Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
    • Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Maharashtra માં ૫૮.૨૨ ટકા અને ઝારખંડમાં ૬૭.૫૯ ટકા મતદાન
    રાષ્ટ્રીય

    Maharashtra માં ૫૮.૨૨ ટકા અને ઝારખંડમાં ૬૭.૫૯ ટકા મતદાન

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે

    New Delhi તા.૨૦

    મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સવારે ૭ વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં જે મતદાન થયું હતું તેનું ૨૩મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને દ્ગડ્ઢછ વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની ૧૫ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

    મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. જેમાં સાંજે ૫ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૮.૨૨ ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) ૬૭.૫૯ ટકા મતદાન થયું છે.

    સલમાન ખાન બાદ હવે એક્ટર શાહરૂખ ખાન પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાને તેમના પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું છે. બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો પરિવાર મતદાન કરી ચૂક્યો છે. હવે સલમાન ખાન મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલ પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચ્યા હતા. સલમાન ખાન હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત તેમને ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. સેફ અલી ખાન અને કરીના કપૂરે મતદાન કર્યું. પાવર કપલ વ્હાઇટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતું જોવા મળ્યું. એક્ટ્રેસ વ્હાઇટ કૂર્તા-બ્લૂ જિન્સમાં નજરે પડી. જ્યારે સેફ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યો. કરીનાની બહેન કરિશ્મા પણ મતદાન મથકે પહોંચી હતી. યુપીમાં પેટાચૂંટણીમાં ભારે હોબાળો, પથ્થરમારો અને લાઠીચાર્જના કારણે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચે યુપીમાં તૈનાત તમામ અધિકારીઓને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કડક આદેશ આપ્યા છે. આટલું જ નહીં ચૂંટણી પંચે કહ્યું છે કે ક્યાંય પણ ગરબડ લાગે તો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવે.  ચૂંટણી પંચે યુપીના અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને મત આપવાથી રોકવામાં ન આવે. પક્ષપાત કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

    બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે ’ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.’  વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતાં કહ્યું છે, કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે.  બિટકોઇન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, ’ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઇન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પરબદનક્ષીનો કેસ કરીશું.’ મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે ’મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.’

    યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે ’તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.’

    ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે, કે ’તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.’

    દ્ગઝ્રઁ જીઁ નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે.  જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે. શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે ઈફસ્માં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.

    અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.

    રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ’લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઠ પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.

    મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના ૨૮૮ સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૧૯માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ ૮૧ બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની ૩૮ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ૫૨૮ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૯માં યોજાઈ હતી.

    ભાજપ ૧૪૯ બેઠકો પર, શિવસેના ૮૧ બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની દ્ગઝ્રઁએ ૫૯ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે ૧૦૧, શિવસેના (ેંમ્‌) ૯૫ અને દ્ગઝ્રઁ (જીઁ) ૮૬ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ૫૦થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે ૩૭ સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ’દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં દ્ગઝ્રઁ (જીઁ) એ દ્ગઝ્રઁની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (ેંમ્‌) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય ૫૦૦ થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. ૧૪,૨૧૮ મતદાન મથકો પર આજે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ૩૧ બૂથ સિવાય સાંજે ૫ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ ૩૧ બૂથ પર મતદાન સાંજે ૪ વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ ૨.૬ કરોડ મતદારો છે.  ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

    Jharkhand Maharashtra Voting
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    રાષ્ટ્રીય

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.