New Delhi,તા.21
હીડનબર્ગ વિવાદમાં ફસાઈને 1 વર્ષ સુધી ઈન્વેસ્ટર્સના વિશ્વાસની કટોકટીનો સામનો કર્યા બાદ હવે ભારતના ટોચના ઉદ્યોગપતિ અને વિશ્વના ટોચના ધનવાન ગૌતમ અદાણી સામે અમેરિકામાંથી જ આરોપ મુકયો છે.
ભારતમાં સોલાર એનર્જીના વિશાળ પ્લાંટ માટે ભારતમાં સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલર એટલે રૂા.2268 કરોડની લાંચ આપવાના વચન આપવાનો આરોપ છે. આ આરોપનામુ અમેરિકાના ન્યાયવિભાગ દ્વારા ગૌતમ અદાણી અને અન્ય 7 સામે વિધિવત રીતે અમેરિકી અદાલતમાં મુકાયા છે.
અદાણી ગ્રીન એનર્જી જે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાંટનું નિર્માણ થઈ રહ્યું છે. તેના માટે નાણા ઉઘરાવવા અદાણી દ્વારા આ જંગી લાંચ અને તે રીતે અમેરિકી રોકાણકારો સાથે છેતરપીંડીનો આરોપ છે. જેમાં ગ્રુપના વડા ગૌતમ અદાણી તેના ભત્રીજા સાગર આર. અદાણી, કંપનીના પુર્વ સીઈઓ વિનીત એસ.જૈન, રંજીત ગુપ્તા, કિરીલ કામ્બય, સૌરભ મગવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલનો સમાવેશ થાય છે.
અમેરિકી પ્રોસીકયુશને તેના આરોપનામામાં જણાવ્યું છે કે, તેનો આ ગ્રીન એનર્જી પ્રોજેકટમાં 20 વર્ષમાં 2 મિલિયન ડોલરનો નફો થશે તેવું દર્શાવ્યું હતું. અદાણી ગ્રુપ દ્વારા પણ પ્રોજેકટ માટે 3 બિલિયન ડોલરની લોન મેળવવા અમેરિકી રોકાણકારો સમક્ષ દરખાસ્ત કરી હતી અને તેમાં એવો દાવો કર્યો હતો કે ભારતમાં આ પ્રોજેકટને માટે બધી ‘વ્યવસ્થા’ થઈ ગઈ છે.
આ અંગેની એક વાતચીતમાં ગૌતમ અદાણી માટે કોડવર્ડ ‘ન્યુમેરો-યુનો’ એટલે કે નંબર વન અને ધ બીગ-મેન નો ઉપયોગ થયો હતો જયારે સાગર અદાણીએ તેના જ મોબાઈલ ફોન મારફત લાંચ અંગે ચોકકસ માહિતી આપી હતી.
હવે આ કેસમાં ગૌતમ અદાણી સામે જામીનગીરીના ફ્રોડ-છેતરપીંડી, ષડયંત્ર રચવા, વાયર-ફ્રોડ, ષડયંત્રના આરોપો મુકાય છે અને અમેરિકી સિકયોરિટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ અમેરિકાએ સીવિલ કેસ દાખલ થયા છે.
આ ઉપરાંત પાંચ લોકો સામે અમેરિકાના ફોરેન કરપ્ટ પ્રેકટીસ એકટ જે અમેરિકામાં લાંચ રૂશ્વત વિરોધી ધારો છે તેનો ઉપયોગ થયો છે તો ચાર સામે અમેરિકી કાનૂની પ્રક્રિયામાં વિધ્નો સર્જવાનો પણ આરોપ છે.
ન્યુયોર્કના ઈસ્ટર્ન ડીસ્ટ્રીકટના અમેરિકી એટર્ની બીઓન એસ.એ જણાવ્યું કે અદાણી અને અન્ય તમામે આ અબજો ડોલરનો કોન્ટ્રાકટ મેળવવા ભારતીય અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવી હતી.
અમેરિકી રોકાણકારો કે સ્ટોકમાર્કેટ સાથે છેતરપીંડીનો આ કેસ છે. જે આ કેસમાં અદાણી ગ્રીન એનર્જી મારફત અમેરિકી કંપની મેમ્બરે પાવર ગ્લોબલ લી.ને પણ જોવામાં આવી છે. અદાણી ગ્રુપ અમેરિકી પેન્શનફંડ સહિતની કંપનીમાં આવેલ નાણા ઉઘરાવવાના પ્રયાસોમાં હતા.
પ્રથમ ફટકો: બોન્ડ મારફત 600 મિલિયન ડોલર ઉઘરાવવાનો પ્લાન પડતો મુકતું અદાણી ગ્રુપ
નવી દિલ્હી: અદાણી ગ્રુપ સામે અમેરિકામાં લાંચનો આરોપ મુક્તા જ તેનો પ્રથમ આંચકો લાગ્યો છે અને કંપનીએ તેનો 600 મિલિયન ડોલર બોન્ડ ઈસ્યુને તાત્કાલીક રીતે પડતો મુકયો છે. હાલના આ વિવાદ જોતા કંપનીએ આ 600 મિલિયન ડોલર બોન્ડની યોજનામાં આગળ નહી વધવા નિર્ણય લીધો છે. કંપનીએ સેબીને પત્ર લખીને આ જાણ કરી દીધી છે.
ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ધરપકડ વોરંટ
અમેરિકી રોકાણકારો સામે છેતરપીંડીના કેસમાં ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકી ફેડરલ કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કરતા જ હવે અબજોપતિની મુશ્કેલી વધી ગઈ છે.
8 સામે ફરિયાદમાં કોના-કોના નામ?
* ગૌતમ અદાણી
* સાગર અદાણી
* વિનીત જૈન
* રણજીત ગુપ્તા
* સાયરલ કેલેન્સ
* સૌરભ અગ્રવાલ
* દિપક મલ્હોત્રા
* રૂપેશ અગ્રવાલ