શહેરનાં તુલસી નગર – ૧માં એક યુવાન પર સરાજાહેર છરીના પાંચ થી છ ઘા ઝીંકી હુમલો કરાયો હતો
Botad, તા.૨૩
શહેરનાં તુલસી નગર – ૧માં એક યુવાન પર સરાજાહેર છરીના પાંચ થી છ ઘા ઝીંકી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.બોટાદ શહેરનાં ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગરમાં રહેતા હિતેશ વજુભાઈ મહેરિયા નામના યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કરાયો હતો. આ હુમલામાં હિતેશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ દ્વારા શરૂ ઈજાગ્રસ્ત હિતેશની સારવાર કરવામાં આવી પરંતુ હિતેશ મહેરિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોચી તપાસ હાથ ધરી છે. યુવાન પર બે વ્યક્તિઓ એ હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીની અટકાયત માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.