Morbiતા.૨૩
ટંકારા તાલુકાના ટોળ ગામે પરિણીતાને પતિ, સાસુ-સસરા, જેઠ અને દિયર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ટોળ ગામના રહેવાસી હ્ફીજાબેન જાવેદભાઈ શેરશીયા નામની ૩૨ વર્ષીય પરિણીતાએ આરોપી પતિ જાવેદ આહમદ શેરશીયા, સસરા આહમદ અલી શેરશીયા, સાસુ રોશનબેન આહમદભાઈ શેરશીયા, જેઠ અલ્તાફ આહમદ શેરશીયા અને દિયર લતીફ આહમદ શેરશીયા રહે ટોળ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૨૫-૦૨-૨૦૧૬ થી એકાદ વર્ષ બળથી તા. ૨૨-૧૧-૨૪ સુધી આરોપી પતિ, સાસુ-સસરા તેમજ જેઠ અને દિયર દ્વારા ઘરકામ તેમજ ખેતીકામ બાબતે અને સામાન્ય બાબતમાં પરિણીતાને ઢીકા પાટું માર મારી મેણા ટોણા મારી દુખ ત્રાસ આપી ગાળો આપતા હતા તેમજ એકબીજાને ચડામણી કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપી આરોપી દિયરે લાકડાના ધોકા વડે માર મરી ઈજા કરી હતી મહિલા પોલીસ સ્ટેશને આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે