Gandhidham તા.૨૩
ગાંધીધામના ચારસો ક્વાટર્સ મકાનમાં ઈ સિગારેટના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પડાયો હતો.ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઈલેક્ટ્રોનીક સીગારેટ્સ એક્ટ ૨૦૧૯ની કલમ ૭ તથા ૮ મુજબ એવી રીતે કે કામના આરોપી પ્રીન્સ પ્રકાશભાઈ ગુલવાણી (ઉ.વ.૧૯) (રહે. ચારસો ક્વાટર્સ) ને અલગ અલગ બ્રાંડની કુલ ૧૫ સિગારેટ કે જેની કિંમત ૨૦,૫૦૦ થવા જાય છે તે રાખીને પકડાઈ જવા અંગે ગુનો દાખલ કર્યો હતો. નોંધપાત્ર છે કે સંકુલના છાત્રો અને યુવાનોમાં આવી ઈ સિગારેટનું ચલણ વધ્યુ છે જે સમગ્ર યુવાવર્ગ માટે ભારે ઘાતકી સાબીત થઈ શકે તેમ છે.