Banaskantha, તા.૨૩
ગુજરાતમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં ભાજપના સ્વરુપજી ઠાકોરે ૧૩૦૦ મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પરિણામ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને મત આપવા બદલ વાવ વિધાનસભાના મતદારોનો આભાર માન્યો હતો. સાથે જ ભાજપના સ્વરુપજી ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેવે કહ્યુ કે ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે.અમે લોકચૂકાદાને સ્વીકાર કરીએ છીએ.ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ. સાથે જ તેમણે કહ્યુ કે અમે હારીશું તો પણ લોકો સાથે રહીંશુ અને જીતીશુ તો પણ પ્રજા સાથે રહીશુ.
વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ૨૦૧૭માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. ૨૦૨૨માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. બીજી તરફ ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં ગેનીબેન જીત્યા હતા. જો કે લોકસભામાં પણ ગેનીબેને ભવ્ય જીત મેળવતા આ બેઠક ખાલી પડતા ફરી ચૂંટણી યોજાઇ.