Gir Somnath,તા.25
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ડાયરેકટોરેટ ઓફ પ્રોસિકયુશન ગાંધીનગર ગુજરાત રાજયના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસની ઉજવણી તા.૨૬ ના મંગળવારે વેરાવળ ક્રિસ્ટલ સ્કુલ ખાતે કરવામાં આવનાર છે.
બંધારણ દિવસની ઉજવણી અંગેની માહિતી આપતા ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળ ક્રિસ્ટલ સ્કુલ ખાતે તા.૨૬-૧૧-૨૦૨૪ ના મંગળવારે બપોરે બે કલાકે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.એસ.ગઢવી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ, કલેકટર દિગ્વીજયસિંહજી જાડેજા, જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા તેમજ સ્પીપા & પી.ટી.એસ.ના વ્યાખ્યાતા ડો.કે.જે.વૈશ્નવ, વેરાવળના વરિષ્ઠ અધિવકતા કે.એમ.કોટક, ડીફેન્સ કાઉન્સેલર ડીમ્પલબેન વ્યાસ તથા વેરાવળ બાર એસોસીએશનના પ્રમુખ એસ.એન.સવાણી સહીતના મહેમાનો ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં સર્વે વકીલ મીત્રો, વિધાર્થીઓ, સામાજીક સંસ્થાના અગ્રણીઓ તેમજ જીલ્લાના અધિકારીઓ, કર્મચારી મીત્રો સહીતનાને ઉપસ્થિત રહેવા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળાએ યાદીમાં જણાવેલ છે.