Gir Somnath,તા.૨૫
રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચાલુ તથા નવી બાગાયતની વિવિધ યોજનાઓ માટે યોજનાઓનો લાભ લેવા માટે ૨૦ ડિસે. સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખૂલ્લું રહેશે.
જેમાં (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે ) (૨) ક્રોપ કવર / બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ(ડ્રેગનફ્રુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય કરવાની રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જે યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવાકે, તાજેતરના ૭ / ૧૨ અને ૮- અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, વાવેતર અંગેનો તલાટીશ્રીનો દાખલો વગેરે સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.