Dhangadhra,તા.26
સુરેન્દ્રનગરના દંપતિ વ્યવહારિક કામ અર્થે ધ્રાંગધ્રા જઈ રહ્યું હતા તે દરમિયાન નવલગઢ ધ્રાંગધ્રા રોડ પર અચાનક રસ્તા પર શ્વાન આડુ ઉતરતા બાઇક સ્લીપ ખાઈ જતાં અકસ્માતમાં પતિને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યુ હતું જ્યારે પત્નિને ઈજાઓ પહોંચી હતી જેમાં તાલુકા પોલીસ નોંધાઈ ફરિયાદ.
સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર બંસીધર પાર્કમાં રહેતા પંકજભાઈ મનુભાઈ પનારા અને પત્ની કૈલાસબેન બાઈક લઈ ધ્રાંગધ્રા વ્યવહારીક કામ અર્થે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન નવલગઢ ગામથી આગળ ધ્રાંગધ્રા તરફ અચાનક રસ્તા પર શ્વાન આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો શ્વાન બાઈકમાં ફસાઈ જતાં પંકજભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ જતાં દંપતિ નીચે પટકાયું હતું જેમાં પંકજભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કૈલાસબેનને પણ ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી અને દંપતિને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પંકજભાઈનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી