Ahmedabad, તા. 27
વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના 5મા એડિશનલ જજ આર.પી. મોગેરાએ ગુનાહિત કુલદીપ રામપતી ગૌતમને 35 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
આ કેસને ટાંકીને કોર્ટ કેસનો વિગતો અને ગુનાની ગંભીરતા આરોપી કુલદીપ ગૌતમ 2021માં એક સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસે તેને ઝડપી લઇ તપાસ કરી અને પુરાવા સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી પર પોક્સો અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
આરોપી કુલદીપ જે-તે દિવસે 6 વર્ષની માસૂમ બાળકીને રૂમમાં લઇ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેસન્સ કોર્ટમાં ચાલી હતી.
કોર્ટમાં રજૂઆતો અને સજા સરકારી વકીલ નિલેશ પટેલે કોર્ટમાં પુરાવા અને દલીલો સાથે પોક્સો અધિનિયમની કલમો 4-2, 6 અને 8 હેઠળ દોષિતને સખ્ત સજા આપવાની માગ કરી હતી. બારડોલી સેસન્સ કોર્ટના જજ આર.પી. મોગેરાએ આ મામલે ન્યાયપૂર્ણ ચુકાદો આપતા કુલદીપ ગૌતમને પોક્સો 4-2 હેઠળ 35 વર્ષની કેદ અને રૂા.15,000 દંડ, પોક્સો 6 હેઠળ 20 વર્ષની કેદ અને રૂા.10,000 દંડ તથા પોક્સો 8 હેઠળ 5 વર્ષની કેદ અને રૂા.5,000 દંડની સજા ફટકારી છે.
જજ આર.પી. મોગેરાએ આ કેસમાં સ્પષ્ટ કર્યું કે, બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાઈ દર્શાવવી ન્યાય વિરુદ્ધ છે. આ ચુસ્ત સજા બાળકો સામેના ગુનાઓમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે.
સરકારી વકીલ નિલેશ પટેલે જણાવ્યું કે, આરોપી કુલદીપ રામપતિ ગૌતમએ એક સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, જે લોકોમાં ડર અને નફરતનું વાતાવરણ ઊભું કરે છે. કોર્ટનો આ ચુકાદો સંદેશ આપે છે કે, દુષ્કર્મ જેવા ગુનાઓમાં કાનૂની વ્યવસ્થા ખૂબ ગંભીર છે.
આ ચૂકાદા સાથે પીડિત પરિવાર માટે ન્યાય મેળવવામાં મહત્વનો પડકાર પાર કર્યો છે. આ કોર્ટનો નિર્ણય તેવા દુષ્કર્મીઓ માટે ચેતવણી છે કે આવી હીન કૃત્યોને કાયદામાં માફી નહીં મળે.

