Porbandar , તા ૨૭
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી એ કુતિયાણા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરી હતી.પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર દ્વારા જિલ્લાના કુતિયાણા ખાતે તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરવામાં આવી હતી, અને તેઓએ અધિકારીઓ તથા કર્મચારીઓ શ્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર દ્વારા નાણાપંચના કામોની સમીક્ષા આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારી અને કર્મચારીઓ સાથે નાણાપંચના કામોની સમીક્ષા કરવાની સાથોસાથ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.