Porbandar, તા. ૨૭
પોરબંદર જિલ્લા કલેકટર એ રાણાવાવ ઇ-ધરા કેન્દ્ર અને જન સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અરજદારોને તેમના કામોમાં અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણી દ્વારા રાણાવાવની ઈ-ધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીએ અહીં કામો માટે આવેલ અરજદારો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ અહીં થઈ રહેલ કામગીરી નિહાળી હતી, અને અરજદારો સાથે સંવાદ કરવાની સાથો સાથ જિલ્લા કલેકટર શ્રીએ અહીં ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અરજદારોને તેમના કામકાજમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી રાખવા પણ અધિકારી કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરીની પણ કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી હતી.