Japan,તા.૨૭
જાપાનના ઉત્તર-મધ્ય વિસ્તાર નોટોમાં મંગળવારે રાત્રે પ્રચંડ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે નોટો દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે ૧૦ કિમી (૬.૨ માઇલ) ની ઊંડાઈએ ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનનું નોટો આ વર્ષની શરૂઆતમાં આવેલા જીવલેણ ભૂકંપમાંથી હજુ પણ બહાર આવી રહ્યું છે ત્યારે ભૂકંપનો ભોગ બન્યો છે. મળતી માહિતી મુજબ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
એજન્સીએ કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી.યુએસજીએસએ ભૂકંપની તીવ્રતા ૬.૧ દર્શાવી હતી. ઇજાઓ અથવા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. તમને જણાવી દઈએ કે ૧ જાન્યુઆરીએ નોટો ક્ષેત્રમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૩૭૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને રસ્તાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. મંગળવાર, ૨૬ નવેમ્બરે, ઓફુનાટોથી ૫૧ કિલોમીટર દક્ષિણપૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ હતી. ભારતીય સમય અનુસાર જાપાનમાં આજે સવારે ૧૦ઃ૦૧ કલાકે ભૂકંપ આવ્યો હતો. જાપાનની જિયોફિઝિક્સ એજન્સીએ પણ આજે આવેલા આ ભૂકંપની પુષ્ટિ કરી છે. ભૂકંપની ઊંડાઈ ૩૫ કિલોમીટર હતી. ભૂકંપના આંચકા અસરગ્રસ્ત વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારના લોકોએ અનુભવ્યા હતા. જેના કારણે લોકોનું ટેન્શન વધી ગયું હતું. જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી.