Gujarat ,તા.૨૭
ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં ૧૫. ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને ભાવનગરમાં ૧૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસા અને પાલનપુરમાં ૧૬.૦૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં ૮ શહેરમાં ૧૬ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.
ગાંધીનગરના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રીનો ઘટાડો હતો. આગામી એક સપ્તાહ ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે. અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. આમ, રવિવાર કરતાં સોમવારે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ ૧૪ ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે.
બનાસકાંઠાના દિયોદરમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીના ચમકારામાં વધારો થતાં લોકોએ તાપણાનો આશરો લેવા લાગ્યો છે. ઠંડી વધતા રાયડો, જીરું, ઘઉં સહિતના પાકમાં ફાયદો થશે. ખેતીના પાકમાં ફાયદો થશે. ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે.દિયોદર પંઠકમાં ગરમીનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. ઠંડીમાં વધારો થતાં લોકોએ તાપણાના સહારે ચાની ચુસ્કી માણી છે. ખેતીના પાકોને ફાયદો થવાનો હોઈ ખેડૂતોમાં પણ આનંદનું વાતાવરણ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.જો કે આગામી ૩ દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૮થી ૨૯ નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં ૧૭ ડિગ્રી તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં ૧૫ ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી રહેવાની શક્યતા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન ૨૦ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં ૨૮ નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે.જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી ૨૨ ડિસેમ્બર બાદ આવી શકે.