Ahmedabad,તા.૨૭
પોલીસે ચેકિંગ શરૂ કરતા જ આરટીઓમાં મેમો ભરવા માટે કતાર લાગી છે. મેમો ભરવા માટે વહેલી સવારથી આરટીઓની લાઈનમાં ઉભા રહ્યા છે. અમદાવાદ આરટીઓની બીજા માળથી લઈ નીચે રોડ સુધી કતારો લાગી છે. અરજદારો સામે આરટીઓ પાસે મેનપાવર નથી. તેમ છતાં પણ ડીએ શાખામાં સ્ટાફ વધાર્યો છે. સાથે સવારે એક કલાક વહેલા અને સાંજે એક કલાક મોડુ સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
અમદાવાદ આરટીઓ જે. જે. પટેલે વાત કરતા જણાવ્યું છે કે, “અમદાવાદ આરટીઓ કચેરીમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે આરટીઓ આવતા વાહન ચાલકોના મેમો સમયસર ભરાઈ જાય તેના માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. ડીએ શાખામાં ત્રણ ક્લાર્ક અને એક ઓફિસર હોય છે. સંખ્યા વધી જેના કારણે નવ ક્લાર્ક અને બે ઓફિસર મુકવામાં આવ્યા છે. ૨૦૦થી ૨૫૦ ટોકન ઈશ્યૂ કર્યા છે. સમય રહેશે તો વધુ ટોકન ઈશ્યૂ કરીશું. બાવળા, વસ્ત્રાલમાં પણ ટીમ વધારવામાં આવી છે. જેના કારણે મેમો ભરાઈ જાય. કયા નિયમોનો ભંગ કર્યો છે જેના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે. ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ મેમો લેવામાં આવે છે. સવારે એક કલાક વહેલું અને સાંજે ૭ વાગ્યા સુધી સમય કરવામાં આવ્યો છે. છેલ્લા ૩ દિવસમાં ૨૨ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.” મેમો ભરવા માટે આવેલા લોકોએ જણાવ્યું છે કે, “ડોક્યુમેન્ટ હતા તેમ છતાં પણ મેમો આપવામાં આવ્યા છે.”

