Gujarat,તા.28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારે વિવિધ સ્થળોએ ઠંડીમાં વધ-ઘટ જોવા મળી હતી.આજે સવારે અમરેલીમાં 14.3 અને વડોદરામાં 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા તિવ્ર ઠંડક અનુભવાઈ હતી.જયારે અમદાવાદમાં 16.5 ભાવનગરમાં 16.4, ભુજમાં 19, તથા દમણમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
જયારે ડિસામાં 15.8, દિવમાં 17.6, દ્વારકામાં 20.8, તથા કંડલામાં 19.6, નલિયામાં 15.4, ઓખામાં 23, પોરબંદર અને રાજકોટ શહેરમાં 15 ડિગ્રી, તેમજ સુરતમાં 19.3 ડિગ્રી અને વેરાવળ ખાતે 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી અને મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 3.3 કિમિ રહી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્રારા હવામાન અંગે એવી આગાહી કરી છે. આગામી તા. 1 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાન 16 થી 17 ડિગ્રી રહેશે.આ સમયગાળા રમ્યાન મહતપવતાપમાન 29 થી 30 ડિગ્રી, પવનની ગતિ 6 થી 11 કીમી પ્રતિકલાક તથા ભેજનું પ્રમાણ 40 થી 60 ટકા વચ્ચે રહેશે.
શહેરમાં શિયાળાએ જોઈએ તેવી જમાવટ કરી નથી આથી લઘુતમ તાપમાન 16થી 18 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. જોકે, હજુ બપોરે આકરા તાપના કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.