Gir Somnath, તા. 28
ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે તે સસ્પેન્ડ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. અગાઉ નીચલી કોર્ટે ફરમાવેલી સજા સામે અપીલની કોર્ટમાંથી રાહત નહિ મળતા હાઇકોર્ટમાં કરી અરજી જેની સુનાવણી જસ્ટિસ એમ. આર. મેંગડે સમક્ષ થઈ રહી છે.
જો સજા રદ્દ નહિ થાય તો તેઓ નગરપાલિકાની આગામી ચૂંટણી લડી શકે તેમ નથી. આથી તાત્કાલિક સજા મોકૂફ રાખવા રજૂઆત કરાઈ છે. રાહુલ ગાંધી, હાર્દિક પટેલ અને નવજ્યોત સિંધુ નાં કેસમાં આપવામાં આવેલા ચુકાદા ટાંકવામાં આવ્યા. ગીર સોમનાથની માળિયા-હાટીના કોર્ટે કોંગ્રેસી ધારાસભ્યને વર્ષ 2010ના કેસ મામલે સજા ફટકારી હતી. સાથે જ અન્ય બે વ્યક્તિઓ કે જે આ કેસના આરોપી હતા તેને પણ સજા ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા નામના ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલાનો કેસ માળિયા હાટીના કેસમાં ચાલી રહ્યો હતો અને તેમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 3 આરોપીઓ સામેલ હતા. આ મામલાની સુનવણી કરતા માળીયા હાટીના કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 6 માસની કેદની સજા ફટકરવાનો હુકમ કર્યો છે.
2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમા પર વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં હતાં. જેમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતિયાઓને 6 માસની સજા ફટકારી છે.