Mumbai,તા.28
સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યાં છે. ઘણાં અહેવાલો અનુસાર, કપલ 4 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યાં છે કે આ કપલના લગ્નની ફિલ્મ બનવા જઈ રહી છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની વેડિંગ ફિલ્મનાં ઓટીટી રાઈટ્સ પણ વેચાઈ ગયાં છે.
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયને એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નનાં રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યાં છે. તેણે લખ્યું કે ’નેટફ્લિક્સે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નનાં રાઇટ્સ 50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.’
આ પહેલાં નાગાર્જુને નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નને લઈને ઘણાં અપડેટ્સ આપ્યાં હતાં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં નાગાર્જુને કહ્યું કે ’ચૈતન્ય મોટાં લગ્ન ઈચ્છતો ન હતો. તે અને શોભિતા બંને નજીકનાં પરિવાર અને મિત્રોનાં મેળાવડાને મહત્વ આપે છે. તેણે મને કહ્યું કે મેનેજમેન્ટ તેનાં પર છોડી દો. તેઓ તેને તેમની રીતે કરવા માંગતાં છે.
નાગાર્જુને ખુલાસો કર્યો હતો કે ચૈતન્ય અને શોભિતાના લગ્ન તેમનાં પરિવારનાં સ્ટુડિયો ગાર્ડનમાં થશે. લગ્નમાં ફક્ત 300 થી 400 લોકો જ હાજરી આપશે, જેમાં ફક્ત તેમના પરિવાર અને નજીકના મિત્રો જ હાજરી આપશે.
નાગા ચૈતન્યના લગ્ન પહેલાં તેનાં નાનાં ભાઈ અખિલ અક્કીનેનીની પણ સગાઈ થઈ ગઈ હતી. અખિલે ઝૈનબ રાવડજીને પોતાની સાથી તરીકે પસંદ કરી છે. નાગાર્જુને તેની સગાઈનો ફોટો શેર કરીને તેનાં પુત્રને અભિનંદન અને આશીર્વાદ આપ્યાં હતાં.