Mumbai, તા.૨૮
‘કરણ અર્જુન’ ફિલ્મ ત્રણ દાયકા પછી ફરી રીલિઝ થઈ છે. આ ફિલ્મનું ગીત ‘ગુપચુપ’ ઘણું હિટ રહ્યું હતું. હાલમાં જ સિંગર આ વિશે વાત કરતી જોવા મળી હતી. ફિલ્મ ‘કરણ અર્જુન’નું ‘ગુપચુપ’ ગીત જબરજસ્ત હિટ રહ્યુ હતુ. આજે પણ આ ગીત ઘણું સાંભળવા મળે છે. વખાણની સાથે લોકોના એક વર્ગે તેની ખૂબ ટીકા પણ કરી છે. તેમણે આ ગીતોને ‘અશ્લીલ’ ગણાવ્યા છે. આ ગીત લોકપ્રિય ગાયકો ઇલા અરુણ અને અલ્કા યાજ્ઞિકે સાથે ગાયું હતું. હાલમાં જ ઇલા અરુણ ગીત વિશે પોતાના વિચારો શેર કરતા જોવા મળ્યા હતા.બોલિવૂડમાં ઘણા ક્લાસિક ગીતોને પોતાના અવાજથી સજાવનાર ઇલા અરુણ કહે છે કે એ જમાનાના ગીતો ક્યારેય અશ્લીલ નહોતા. પણ તેમાં એક છેડછાડ હતી, એક હળવી ટીખળ હતી. જણાવી દઈએ કે આ ગીત રાજેશ રોશને કમ્પોઝ કર્યું હતું.ઇલા અરુણે તેના ગીતો ‘ચોલી કે પીછે ક્યા હૈ’ અને ‘ગુપ ચૂપ’માં અસભ્યતા અને છેડતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું, ‘લોકોએ મારા ગીતો ચોલી કે પીછે ક્યા હૈને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ખરાબ ગીત નહોતું. આ એક સામાન્ય છેડછાડવાળી ભાષા છે. આતી ક્યા ખંડાલા, ચોલી કે પીછે, આ બધા ગીતો મનોરંજન માટે છે. જે લોકો ગામડામાં રહેતા નથી અથવા મોટા ઘરોમાં જન્મ્યા છે તેઓ આ બધી બાબતો સમજી શકશે નહીં.’ઇલા અરુણે આ અંગે વધુમાં કહ્યું, ‘તે દિવસોમાં, દરેક જગ્યાએ ટીવી નહોતા, તેથી દરેકના પોતાના ગીતો હતા અને તેઓ તેને હોળી અથવા લગ્નમાં ગાતા હતા. આ બધાં ગીતો મોટે ભાગે ઘરમાં થતા ફંક્શનમાં ગવાતા હતા જ્યાં ઘરની ભાભી એકબીજાને ચીડવતા હતા અથવા તો જીજા-સાલી વચ્ચે મસ્તી થતી હોય… જોકે આજના ગીતોએ અસભ્યતાની હદ વટાવી દીધી છે. અસભ્ય અને છેડતી વચ્ચે તફાવત છે. ચોલી કે પીછે, ગુપ ચૂપ જેવા ગીતો અસભ્ય નથી, તે બધા મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. ઈલા અરુણે ક્લાસિક ગીતો રિક્રિએટ કરવાના વર્તમાન ટ્રેન્ડ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.